રવિવાર, 29 એપ્રિલ, 2012

ચુડાસમા પરિવાર નો ઈતિહાસ

                                                     ચુડાસમા પરિવાર નો ઈતિહાસ

                      ચુડાસમાઓ યદુકુળ ના યાદવ છે. ભગવાન શ્રી ક્રુષ્ણની ૧૪૦મી પેઢીએ ગર્વગોડ યાદવ થયા જે શોણીત પુર (વર્તમાન બેબિલોન)માં રાજ કરતા હતા. તેમની ૨૨ મી પેઢીએ દેવેન્દ્ર થયા ચારપુત્ર થયા.   દેવેન્દ્ર         અજપત ના વંશના ચગદા ગજપત ના વંશના ર’(ચુડાસમા)
ચૂડચંદ્ર (વંથલી સોરઠ) ગાદીએ. નરપત ના વંશનાં જાડેજા ભૂપત  ના વંશનાં ભટ્ટી (જેસલમેર રાજસ્થાન)
૧૫૫.રા નોંધણ(ત્રીજા જુનાગઢ) ૧૫૬.           સત્રસાલજી ભીમજી દેવધણજી સ વધણજી  રા ખેગાર(જુનાગઢ)     ૧૫૭. દેવજી(હિંગોળગઢ)       ૧૫૮. મંડળીકજી       ૧૫૯. ખેંગારજી       ૧૬૦. રાયસિંહજી       ૧૬૧. કુવાજી       ૧૬૨. મેળાજી       ૧૬૩. મેલકજી       ૧૬૪. મેરજી       ૧૬૫. દેવાજી       ૧૬૬. ભીમજી(ભડલી-બોટાદ)       ૧૬૭. નોંધણજી       ૧૬૮. રાયસલજી(ગોરાસુની ગાદીએ)     ૧૬૯.  ૧  ૨  ૩  ૪  ૫  ૬  ૭  ૮  ૯  ૧૦ દેવાજી
(ગોરાસુ ની ગાદીએ) રાણાજી
(આંબળી) ઘેલોજી
(સાંઢીડા) રાધોજી
(ઓતારિયા) રણમલજી
(બાવલિયારી)   ભોજરાજજી
(ભડીયાદ)   મેરજી
(કાદીપુર-ઘોલેરા)   રાજોજી
(વાઢેળા)   પ્રતાપસંગ
(પીપળી)   પ્રાગજી
(ખરડ) ૧૭૦.  ૧  ૨  ૩  ૪  ૫  ૬  ૭ અમરસંગજી
ગોરાસુની ગાદી કરશનજી
(જસકા) ચાંદોજી
(સાંગાસર) મેળોજી
(તગડી)   વિભાજી
(ચેર)   વામોજી
(અણયાળી)   અરરોજી
(હેબતપુર)
( ૧ )   ( ૨ )   નાગજીરાજજી
(ગોરાસુ થી ગાંફ ગાદી સ્થાપી) વિસાજી
(પોલારપુર)         ૧૭૧.   ૧૭૨.  ૧  ૨  ૩  ૪  ૫ રાયસલજી
(ગાંફ ની ગાદીએ) વેજોજી
(જીંજર) કવાટજી
(જીંજર) ખોડાજી
(વાગડ) માનોજી
(વાગડ)     ૧૭૩.  ૧  ૨  ૩ દેવોજી
(ગાંફ્ની ગાદીએ) મેરજી
(પરબડી) મેળોજી
(રોજકા)         ૧૭૪. દેવોજી       ૧૭૫. અમરસંગજી(ગાંફ્ની ગાદીએ)       ૧૭૬.  ૧  ૨  ૩  ૪  ૫ નાગજીરાજ
(ગાંફની ગાદીએ) રણછોસજી
(બન્ને વચ્ચે કોઠડીયા અને ભલગામડા) ખોડીગાસજી કટાટજી
(પાંચી) માલજી
(હેબતપુર)         ૧૭૭. રાયસલજી(ગાંફની ગાદીએ)     ૧૭૮. મેળોજી(ગાંફની ગાદીએ)     ૧૭૯.  ૧  ૨  ૩ અમરસંગજી
(ગાંફની ગાદીએ) અરજણસંગ
(અંકેવાળીયા) રૂપસંગજી
(પિપરીયા)       ૧૮૦. નાગજીરાજજી(ગાંફની ગાદીએ)       ૧૮૧. રાહુભા(ગાંફની ગાદીએ)       ૧૮૨. અમરસંગજી.( ગાંફની ગાદીએ)       ૧૮૩. મનહરસિંહજી.( ગાંફની ગાદીએ)     ૧૮૪.  ૧  ૨  ૩  ૪ વિક્રમસિંહજી
(ગાંફની ગાદી) ગંભીરસિંહજી દિલાવરસિંહજી પ્રવિણસિંહજી       ૧૮૬. વીરભદ્રસિંહજી(ગાંફ ના ઠાકોર સાહેબ હાલ અમદાવાદમાં રહે છે.)       ૧૮૭. કૃષ્ણરાજસિંહ (જન્મ – શ્રાવણ માસ ૧૯૯૨)
ચૂડાચંદ્ર à હમીર à મૂળરાજ à રા’ગ્રહરિપુ à રા’કવાટ (પ્રથમ) à  રા’દીયાસ à શ્રી ક્રુષ્ણની ૧૫૩મી પેઢીએ રા’નોંધણ (કુળદેવવી તરીકે ખોડિયારમાં ) à રા’નોંધણ બીજા à રા’ખેંગાર (જુનાગઢની ગાદીએ ) રા’નવઘણ બીજા.

 (૧)  વંથળી :- ચુડાસમાઓ ની રાજધાની તરીકે અગત્યનું ધરાવે છે. હાલમાં ભાણાવાવ નામની વાવના પગથિયાં વાળી જગ્યાએ શીલા લેખ છે. ખેંગારવાવ હાલ પણ છે, ઉપરકોટ અને જૂનાગઢમાં આવેલી ઈમારતો ચુડાસમા રજવંશની ભવ્યતા અને દુરન્દેશી ર્દષ્ટિનો પુરાવો છે.
(૨) ચુડાસમા રાજવીઓ શૈવધર્મીઓ હતા. સોમનાથ તેનું જાગતુ ઉદાહરણ છે. જુનાગઢનું મુળ નામ ખેંગારગઢ પણ ઈતિહાસમાં લખાયેલું છે.

  • ખેંગારવાવ :


(૩) રા’દીયાસ વંથલીની ગાદીના પરાક્રમી શૂરવીર તેમજ મહાન દાતાર શાસક હતા. ભારત વર્ષનો કોઈ ક્ષત્રિય રાજવી એની તોલે આવી શકે એમ નથી. તેઓ બોલેલું પાળતા તેનું ઉદાહરણ પાટણના દુર્લભસેન સોલંકીએ સોરઠના રા’દીયાસ ઉપર ચડાઈ કરી. જ્યારે લાંબા સમયના સંઘર્ષ બાદ સોરઠ પર ના વિજયની કોઈ આશા જણાઈ નહિ, ત્યારે બીજલ ચારણને રા’દીયાસનું માથું દાનમાં માગી લાવવાનું કહ્યું ચારણને રા’દીયાસે માથું ઉતારી આપેલું. માથું આપતા પહેલા કહેલું, “જો મારે હજાર માથાં હોત તો બધાં જ દાનમાં આપી દેત” આટલો મોટો દાતાર આ જગતના ઈતિહાસમાં બીજો કોઈ નથી થયો.

(૫) રા’દીયાસના અવસાન બાદ તેમના કુવંર રા’નવઘણને તેમના રાણીએ પોતાની વિશ્વાસુ દાસી વાલબાઈ વડારણ સાથે સોરઠના વફાદાર, બોડીદર ના દેવાયત આહીર ને આશરે મેકલી આપ્યો. દેવાયતે બાળ કુવંર નવઘણને ઉછેરીને મોટા કર્યા. દરમ્યાન સોલંકી રાજાએ દેવાયત ના પુત્ર ઉગાને રા’નવઘણ માનીને મોતને ઘાટ ઉતારેલ. જે આહીર દંપતીએ પોતાના એકના એક પુત્રનું, રાજ્યના વારસદાર ને જીવંતદાન આપેલ, તેમનુ પોતા પરનું ન ચુકાવી શકાય તેવુ રૂણ આંશિક રીતે ચૂકવવાના પ્રયત્ન રૂપે તા.૦૮-૦૫-૨૦૦૯ ના રોજ ચુડાસમા રાજપુત સમાજે બોડીદર મુકામે રાયજાદા, સરવૈયા તથા આહીર ભાઈઓની વિશાળ હાજરીમાં એક ભવ્ય સંમેલન નું આયોજન કર્યુ હતું આ રીતે શ્રી ચુડાસમા રાજપુત સમાજે ઈતિહાસની એક ભવ્ય બલિદાનની ગાથાને જીવંત બનાવી હતી.

(૬)  રા’નવઘણ: (ઈ.સ. ૧૦૬૭ થી ૧૦૯૪) એ પોતાના ચાર પુત્રો પૈકી (રાયઘણજી)ને ભડલી (તા. બોટાદ) ની જાગીર આપી રાયઘણજીએ પાતાની ચુડાસમા શાખા ચાલુ રાખી બીજા પુત્ર છત્રસાલજીને સરવાનો ગરાસ મળ્યો હતો તેમના વંશનો સરવા પરથી સરવૈયા કહેવાય છે. ત્રીજા પુત્ર દેવઘણજી અથવા (સવઘણજી) વંશજો ચુડસમા (લાઠીયા) કહેવાયા છે. જ્યારે સૌથી નાના પુત્ર ખેંગાર જૂનાગઢની ગાદીએ બેઠા તેથી તેમના વંશજો રાયજાદા (રાંય (રા’)ના પુત્ર તરીકે ઓળખાય છે.ભડલીના રાયઘણજીના વંશમાં રાયસળજી થયા તે પહેલા જૂનાગઢના કરમજી(ક્રર્મસિંહજી) ને ભાલના રોજકાનો ગરાસ મળ્યો હતો, તેમને ધંધુકા ના મેર સાથે સંઘર્ષ થતા રાયસળજી તેમની મદદે આવ્યા ધંધુકા જીત્યું અને ગોરાસુ ગાદી સ્થાપી.
રાયજાદા, સરવૈયા અને ચુડાસમાઓના ગામોની યાદી


(1) રાયજાદાના ગામો :-
સોંદરડા, ચાંદીગઢ, મોટીધનસારી, પીપળી, પસવારીયા, કુકસવાડા, રૂપાવટી, મજેવડી, ચુડી, ભૂખી-   (ધોરાજીની પાસે)કોયલાણા (લાઠીયા)
(2) સરવૈયાના ગામો:- (વાળાકનાં ગામો) :-
હાથસણી, દેદરડી, દેપલા, કંજરડા, રાણપરડા, રાણીગામ, કાત્રોડી, ઝડકલા, જેસર,પા, ચિરોડા, સનાળા, રાજપરા, અયાવેજ, ચોક, રોહીશાળા, સાતપડા, કામરોળ જુની-નવી, સાંગાણા જુનુ-નવુ, છાપરી જુની-નવી, રોઝિયા, દાઠા, વાલર, ધાણા, વાટલિયા, સાંખડાસર, પસવી, નાના, મલકીયા, શેઢાવદર, માંડવા, લોણકોટડા, રામોદ, ભોપલકા, ખાંભા.
(૩) સરવૈયા ના ગામો(કેશવાળા ભાયાત) :-
કેશવાળા, છત્રાસા, દેવચડી, સાજડીયાળી, સાણથલી, વેકરી, સાંઢવાયા, ચિત્તલ, વાવડી.
(4) સરવૈયા ના છુટાચવાયા ગામો :-
નાના માડવાં, લોનકોટડા, રામોદ, ભોપલકા, ખાંભા(શિહોર પાસે)
(૫) ચુડાસમા (બારીયા) ઉપલેટાના ગામો :-
બારિયા, નવાપરા, ખાખીજાળીયા, ગઢાળા, કેરાળા, સતવેરા, નાનીવાવડી, મોટેવાવડી, ઝાંઝમેર, ભાયાવદર, કોલકી

         


.
(૬)  ચુડાસમા (લાઠીયા) :-
લાઠ, ભિમોર, નીલાખા, મજીઠી, તલગાણા, કુઢેચ, નિલાખા, કલાણા, ચરેલ, ચિત્રાવડ, બરડીયા
(૭) ચુડાસમા (ભાલનાં ગામો) :-
ગાંફ, ગોરાસુ, ભડીયાદ, કાદીપુર, ધોલેરા, વાઢેળા, પીપળી, ખરડ, સાંઢીડા, બાવળીયારી, ચેર, જસકા, અણેયારી(ભીમજી) , સાંગાસર, હેબતપુર, તગડી, પોલારપુર, જીંજર, વાગડ, પરબડી, રોજકા, કોઠડીયા, પાંચી, અંકેવાળીયા, પીપરીયા, બહાડી, ટીંબલા, શાહપુર, દેવગાણા, કમિયાળા, આંબળી, ફતેપુર, ખમિદાણા, પીપળ, આકરૂ, ઉંચડી, માલપરા, સાલાસર
jay mataji
Rajdeepsinh chudasama
like my page on facebook

http://www.facebook.com/bapudyro
and also subscribe me on Facebook
http://www.facebook.com/rchudasama1Rajdeepsinh chudasama

Rajdeepsinh chudasama